News of Saturday, 25th April 2026
બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં રાજકીય ગરમાવો :દારૂ વહેંચાતો હોવાનો કથિત વિડિઓ વાયરલ
વીડિયોમાં કારના બોનેટ પર દારૂ મૂકીને ખુલ્લેઆમ વહેંચવામાં આવતો હોવાનો દાવો: ભાજપના કાર્યકરો સંકળાયેલા હોવાનો આરોપ

બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો વચ્ચે દારૂ વહેંચાતો હોવાનો કથિત વીડિયો સામે આવતા ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં કારના બોનેટ પર દારૂ મૂકીને ખુલ્લેઆમ વહેંચવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપના કાર્યકરો સંકળાયેલા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ઘટનાને લઈને ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો અને લોકોએ દારૂ સાથે કાર પકડી પાડી હતી, પરંતુ લોકો એકઠાં થતા જ કારમાં સવાર લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું કહેવાય છે. સમગ્ર મામલે ચર્ચાઓ તેજ બની છે અને તપાસ બાદ હકીકત બહાર આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
