News of Sunday, 21st June 2026
ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરીમાં ભાજપ નેતાના પુત્રનું કનેક્શન સામે આવતા ખળભળાટ
કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાના પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપવામાં આવ્યો

ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરીમાં ભાજપ નેતાના પુત્રનું કનેક્શન સામે આવતા ખળભળાટ મચ્યો છે. કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાના પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. SMCએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતા જ તેને રોકી તપાસ કરી. જેમાં મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલા અને તેના સાગરીત જીજ્ઞેશ ઝાલા પાસેથી વિદેશી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી આવી હતી. દારૂ, કાર અને 5 મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. જ્યારે દારૂની ખેપ માટે ખોટી નંબર પ્લેટ લગાવ્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. હાલ લિંકન ઝાલા સહિત કુલ 8 આરોપી સામે ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નડિયાદના પીપળાતા પાસે SMCની ટીમે દરોડા પાડ્યા ત્યારે ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ભાજપ નેતાઓના આ “દારૂ કનેક્શન” અનેક સવાલો ઊઠાવી રહ્યા છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
