<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો : વિસનગરના લાછડી ગામમાં કેસ આવતા આરોગ્ય વિભાગ સતર્ક

અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સઘન સર્વેલન્સ અને દવાનો છંટકાવ શરૂ કર્યો :આરોગ્ય વિભાગે 183 ઘરોમાં સર્વે કરી 821 લોકોની તપાસ કરી:દર્દીની GMERS વડનગર હોસ્પિટલમાં સારવાર ચાલુ,

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. વિસનગર તાલુકાના લાછડી ગામમાં કેસ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સઘન સર્વેલન્સ અને દવાનો છંટકાવ શરૂ કર્યો છે. આરોગ્ય વિભાગે 183 ઘરોમાં સર્વે કરી 821 લોકોની તપાસ કરી છે. દર્દીની GMERS વડનગર હોસ્પિટલમાં સારવાર ચાલુ, હાલ તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

   નવો કોઈ શંકાસ્પદ કેસ નહીં, ગામમાં મેલેથીયોન ડસ્ટિંગની કામગીરી કરાઈ છે. 15 વર્ષથી નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. તાવ, ઊલટી કે ખેંચ આવે તો તાત્કાલિક સરકારી દવાખાને જવા સૂચના આપવામાં આવી છે

(6:58 PM IST)