News of Tuesday, 21st July 2026
અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ મેળાની તૈયારીઓ શરૂ : કલેકટર કચેરીએ સમીક્ષા બેઠક
અંબાજી આવતા દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા કડક આયોજન અને એલર્ટ મોડ પર કામગીરી શરૂ

ઉત્તર ગુજરાતના વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને લાખો માઈભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આ ભવ્ય આયોજન સંદર્ભે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક મળાઈ હતી, જેમાં અંબાજી આવતા દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા કડક આયોજન અને એલર્ટ મોડ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. મેળા દરમિયાન ભક્તોની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસને અત્યારથી જ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
