<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સુરતના ડિંડોલી તળાવ ખાતે છઠ મહાપર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારી: ઘાટ પર શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા

ઘાટની સાફ-સફાઈ, સજાવટ તેમજ પૂજા-અર્ચના માટેની જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ :બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો પરંપરાગત રીતે છઠ મહાપર્વની ઉજવણી કરશે.

સુરતના ડિંડોલી તળાવ ખાતે છઠ મહાપર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફ્લાવર ગાર્ડન સામે આવેલા ઘાટ પર શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઘાટની સાફ-સફાઈ, સજાવટ તેમજ પૂજા-અર્ચના માટેની જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. 

  સુરત શહેરમાં વસતા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો પરંપરાગત રીતે છઠ મહાપર્વની ઉજવણી કરશે. આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડિંડોલી તળાવ ખાતે એકત્રિત થઈ અસ્તાચળ અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરશે. શ્રદ્ધાળુઓની સુવિધા અને ધાર્મિક વિધિઓ સરળતાથી સંપન્ન થાય તે માટે ઘાટ પર ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે

(1:45 PM IST)