News of Sunday, 22nd November 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શો અને મહાઆરતીના સમયમાં ફેરફાર
સૂર્યાસ્તના બદલાતા સમયને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો

અમદાવાદ :શિયાળાની શરૂઆત થતાં જ નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા કાર્યક્રમોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યાસ્તના બદલાતા સમયને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. નવા સમય મુજબ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શો સાંજે 7:15 કલાકે યોજાશે. જ્યારે નર્મદા નદીના તટ પર ભવ્ય મહાઆરતી સાંજે 8 વાગ્યે કરવામાં આવશે. શિયાળાની ઋતુમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોના સમયમાં આ ફેરફાર કરાયો છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
