<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાહુલ ગાંધીનો રાજકીય લાભ લેવા પ્રયાસઃ વિપક્ષ ઉપદ્રવ કરવા માંગે છે: જગદીશ વિશ્વકર્મા

ભાજપ પ્રદેશ પ્રમુખે વિપક્ષને આડે હાથ લીધુ

અમદાવાદઃ તા.૨૩: દેશભરમાં નીટ  પેપરલીક મુદે હંગામો ચાલી રહયો છે વિપક્ષ દ્વારા બંને ગૃહો તથા રસ્‍તા પર પણ વિરોધ નોંધાવામાં આવી રહયો છે. ભાજપના  હેડકવાટરને પણ રાહુલ ગાંધી સહિત વિપક્ષી સભ્‍યોએ ઘેરાવનો પ્રયાસ કર્યો હતો.તેની સામે ભાજપે પણ કોંગ્રેસના દરેક કાર્યાલય સામે વિરોધ નોંધાવ્‍યો છે.

આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવેલ કે, રાહુલગાંધી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહયા છે. સરકાર દ્વારા સમગ્ર મામલે કોઇપણ દોષીતને છોડવામાં નહી આવે. તેમણે વધુમાં જણાવેલ કે, વિપક્ષ પોતાની જવાબદારી નિભાવી નથી રહયુ. તેઓ માત્ર ઉપદ્રવ કરવા માંગતા હોવાનું જણાવ્‍યું હતું

(3:39 PM IST)