<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભરૂચના પાનોલી અને અંકલેશ્વર GIDC વિસ્તારમાં વરસાદી ઝાપટાં

ઉદ્યોગ નગરીમાં લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ આ વરસાદી ઝાપટાં પડતા જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી પણ વરસાદના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના ઔદ્યોગિક હબ ગણાતા પાનોલી અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. પાનોલી નજીકના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ આકાશ વાદળછાયું બન્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ઉદ્યોગ નગરીમાં લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ આ વરસાદી ઝાપટાં પડતા જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શ્રમિકો તેમજ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

(7:23 PM IST)