<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

મહીસાગર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ: લુણાવાડા અને સંતરામપુરમાં વૃક્ષો ધરાશાયી :16 જેટલા મકાનોની છત ઉડી :અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામપુર અને બાલાસિનોર સહિતના સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાથી લોકોને ભારે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી

મહીસાગર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. લુણાવાડા સંતરામપુરમાં વૃક્ષો ધરાશાયી થયાં છે. વાવાઝોડામાં 16 જેટલા મકાનોની છત ઉડી છે. વૃક્ષો ધરાશાયી થતાં વીજ વાયરોને નુકસાન પહોંચ્યું છે. વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલી સર્જાઈ છે 

મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મીની વાવાઝોડા સાથે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે。લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામપુર અને બાલાસિનોર સહિતના સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાથી લોકોને ભારે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે

 

  • તેજ પવનના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે。
  •  તોફાની પવનના લીધે વીજ પોલ અને લાઈનોને નુકસાન થવાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેનાથી લોકોને અંધારપટનો સામનો કરવો પડ્યો છે。

(9:46 PM IST)