News of Monday, 6th July 2026
રાત્રીના 8 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ: સૌથી વધુ સુરતના કામરેજમાં 6 ઈંચ ખાબક્યો
સુરત શહેરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો: વલસાડના પારડી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદ :આજે સોમવારને 6 જુલાઈના રોજ, ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં, 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના પારડી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે દિવસ દરમિયાન સુરત, વલસાડ, પાટણ, મહિસાગર, તાપી, નવસારી, નર્મદા, અમરેલી, ભરૂચ, ડાંગ, વડોદરા, વાવ-થરાદ, છોટા ઉદેપુર, કચ્છ, સાબરકાંઠા, ભાવનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા, નર્મદા જિલ્લાના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
