<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ: સૌથી વધુ વાપીમાં 6.5 ઈંચ ખાબક્યો

ઉમરપાડા તાલુકામાં સવા પાંચ ઈંચ જેટલો વરસાદ: જૂનાગઢના ભેંસાણમાં ચોમાસુ બેસતાની સાથે જ સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાતથી ચોમાસુ આગળ વઘીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે. ચોમાસુ સક્રિય થવાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને વાપી, ઉમરગામ, ઉમરપાડા, પારડી, વાંસદા સહીતના તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

આજે 1 જુલાઈને બુધવારના રોજ સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. વાપીમાં 168 મી.મી. એટલે કે, સાડા છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના જ ઉમરપાડા તાલુકામાં પણ 131 મી.મી. એટલે કે, સવા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢના ભેંસાણમાં ચોમાસુ બેસતાની સાથે જ સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

(8:44 PM IST)