News of Tuesday, 15th September 2026
ર૦મી સુધી વરસાદી માહોલ

રાજકોટ : હવામાન ખાતાએ ર૦ તારીખ સુધી રાજયના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાની શકયતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં ભારે વરસાદની સંભાવના દર્શાવાયેલ છે. આજે પણ કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા વાવ થરાદ પાટણ અને મહેસાણામાં પણ જોરદાર વરસાદની સંભાવના. અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજા બેટિંગ કરે તેવી શકયતા, ઇનસેટ તસવીરમાં સવારે કચ્છ ઉપર ભારે વાદળા દર્શાય છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
