<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

અમદાવાદના વિરમગામ, માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો

દિવસભર ભારે ગરમી અને બફારા બાદ સમીસાંજે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ

અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. દિવસભર ભારે ગરમી અને બફારા બાદ સમીસાંજે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અચાનક વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વિરમગામ અને માંડલ પંથકમાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(9:16 PM IST)