<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સુરતના પલસાણાના બગુમરા રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે રાજસ્થાની યુવકનું ઘટના સ્થળે મોત

ભીલવાડા જિલ્લાના રહેવાસી અને તાતીથૈયા સ્થિત બાલાજી નગરમાં રહેતા યુવક પંકજ જોષીનું જોધપુર-કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા રેલવે ફાટક નજીક અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી અને હાલ તાતીથૈયા સ્થિત બાલાજી નગરમાં રહેતા 28 વર્ષીય યુવક પંકજ જોષીનું જોધપુર-કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે

(11:31 PM IST)