News of Thursday, 22nd October 2026
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસે રાજકોટ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા માનવસેવા : એકરંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન લઈ કરાઈ દીર્ઘાયુષ્યની કામના : જુઓ વિડીયો
'સેવા એ જ સંસ્કાર, સંવેદના એ જ સાચી ઉજવણી' ના સૂત્ર સાથે વિધાનસભા-૬૮ વિસ્તારમાં યોજાયું પ્રેરણાદાયી આયોજન : ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

રાજકોટ : દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે રાજકોટની વિધાનસભા-૬૮ વિસ્તારમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા એક અનન્ય અને માનવતાવાદી પહેલ કરવામાં આવી હતી. "સેવા એ જ સંસ્કાર, સંવેદના એ જ સાચી ઉજવણી" ના સંકલ્પને ચરિતાર્થ કરતા ધારાસભ્ય કાનગડએ એકરંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને પોતાના હસ્તે ભાવતું ભોજન કરાવીને સેવાભાવની અનોખી ખુશીઓ વહેંચી હતી. આ અવસરે સૌએ ગૃહમંત્રી અમિતભાઈ શાહના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે વિશેષ મંગલકામનાઓ વ્યક્ત કરી હતી.
આ સેવાકીય અને સદભાવનપૂર્ણ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર તેમજ સંબંધિત વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, પ્રભારીઓ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આ સેવાયજ્ઞમાં સહભાગી બન્યા હતા. સંવેદનાસભર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમથી મનોદિવ્યાંગ બાળકોના ચેહરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો અને સમાજમાં સેવાનો સુંદર સંદેશો પ્રસર્યો હતો.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
