હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપલા એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટીનો સેમીનાર રખાયો
નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં તા.૧૯/૦૫/૨૦૨૬ ના રોજ કલાક.૧૧/૦૦ થી ક.૧૨/૩૦ વાગ્યા સુધી રાજપીપલા એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે 9 (Guj) NAVAL UNIT NAVSARI CATC-201 ના- ૪૫૦ કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી નો સેમીનાર રાખવામાં આવેલ,જેમા NCC Gp HQ વડોદરાના રાહુલ શર્મા લેફટન્ટ કમાન્ડર ઓફિસર(C.O),લલીત મોદી સબ લેફટન્ડ કમાન્ડર તથા આર્મી સ્ટાફના કુલ- ૨૦ જવાનો અને જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફના જવાનો હાજર રહેલા જેમાં જીલ્લા ટ્રાફિક પો.સ.ઈ.એસ.એસ.મિશ્રા નાઓએ એન.સી.સી. કેડેટ્સના જવાનોને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહીકરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા તેમજ ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપેલ અને એન.સી.સી. કેડેટ્સ સાથે ટ્રાફિકના નિયમો તેમજ પોલીસ તપાસ બાબતે ચર્ચા વિચારણા કરી ટ્રાફિક નિયમોના પાલન માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની સમજ આપી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા તમામને અપીલ કરેલ છે. આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
