<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઈઆર) ના ૮૩ માં સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ગુરુવારે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ૧૯૯૦ માં કેન્દ્રીય મંત્રીના રૂપમાં અહીં આવ્યા હતા ત્યારે, શ્રીનગરની ડલ ઝીલ “ડલ” (નીરસ) હતી. અહીંના માર્ગ પર ૧૫-૨૦ વ્યક્તિ પણ જોવા મળતી નહીં. ઉદાસી હતા અને નિરાશની સ્થિતિ હતી, પરંતુ આજે તે લાખો-કરોડો પર્યટકોથી સુંદર લાગી રહી છે. તેઓએ એ વાત તરફ પણ ધ્યાન અપાવ્યું કે, હવે આ વિસ્તારમાં અનુચ્છેદ- ૩૭૦ લાગુ નથી. શ્રી ધનખડે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૯૦ નો દશક સત્તામાં વચેટિયાનો યુગ હતો. ભ્રષ્ટાચાર વ્યાપ્ત હતો અને ફક્ત વંશ-પરિવાર વાળી વ્યક્તિઓને જ તક સુલભ થઈ શકતી હતી.12:29 AM IST

અંતરરાષ્ટ્રીય સમૂહ હુરુન ઇન્ટરનેશનલે ૩૫ વર્ષથી ઓછી ઉંમર વાળા ભારતીય ઉદ્યમિયોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં મહારાષ્ટ્રના-૩૩ યુવા ઉદ્યમિયો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યાર પછી કર્ણાટક-૩૦ યુવા બીજા સ્થાને, દિલ્હી-૨૧ યુવા ત્રીજા સ્થાને, યુપી-૧૨ યુવા ઉદ્યમિયો સાથે પહેલી વાર ચોથું સ્થાન મેળવ્યું છ. તેમાં કેટલાક ઉદ્યમિ નોઅડા અને ગાઝિયાબાદ ઉપરાંત અમેઠી, બરેલી, કાનપુર, લખનૌ અને આગ્રાના છે. તેલંગાના-૯ યુવા સાથે પાંચમા સ્થાને અને ગુજરાત-૭ યુવા ઉદ્યમિયો સાથે છઠ્ઠા સ્થાન પર આવ્યું છે. સ્ટાર્ટ અપ ને હજારો કરોડોની કંપની બનાવવા વાળા આ યુવાઓમાં ૫૦ યુવાએ IIT થી અભ્યાસ કર્યો છે. સૌથી વધુ ૧૩ ઉદ્યમી IIT - મદ્રાસ, ૧૧ ઉદ્યમી IIT - બોમ્બે, ૧૦ - ૧૦ ઉદ્યમી IIT - દિલ્હી - ખડકપુરના છે, જ્યારે ૬ યુવા ઉદ્યની IIT રુડકીથી પાસ થયા છે.11:11 PM IST

વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે : જ્ઞાન - શિક્ષણ જ મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે : ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : વિશ્વવિદ્યાલયોમાં મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓ સમાજશ્રેયાર્થે વાપરે : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો : ૫૦,૩૨૩ વિદ્યાર્થીઓને પદવી અને ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત : ડૉ. મહાદેવપ્રસાદ મહેતા અને પાંચાભાઇ દમણિયાને ડી.લીટની માનદ્ પદવી અપાઈ4:19 PM IST