News of Sunday, 6th September 2026
રાજપીપળામાં જન્માષ્ટમીની ઉજવણીમાં ઝૂંપડી બાંધી અલગ અલગ સ્વરૂપે કાનાને બિરાજમાન કર્યા
કાછિયાવાડ વિસ્તારમાં મોટાભાગની ઝૂંપડી બાંધી કાનાને અલગ અલગ સ્વરૂપે બિરાજમાન કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળામાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી ના ભાગરૂપે કૃષ્ણ ભગવાનની ઝૂંપડીઓ બાંધી અલગ અલગ સ્વરૂપે કાનાને બિરાજમાન કર્યા હતા ત્યારે નંદ ઘેરો નંદ ભયો જય કન્નાયાં લાલકીના નાદ સાથે રાત્રે બાર વાગે રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે મટકી ફોડી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. જોકે રાજપીપળા શહેરમાં ખાસ કરીને કાછિયાવાડ વિસ્તારમાં મોટાભાગની ઝૂંપડી બાંધી કાનાને અલગ અલગ સ્વરૂપે બિરાજમાન કરી, અવનવા ઝુલા બનાવી ભક્તો કાનાને ઝૂલો ઝુલાવતા જોવા મળે છે. રાત્રે 12 વાગે કાનાનો જન્મોત્સવ ઉજવી ત્યારબાદ ભક્તો મટકી ફોડે છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
