<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

રાજપીપળા ગાયત્રી પરિવાર દ્વારા શાળાના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરાયું

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ બાળકોને ખંત અને મહેનત કરવાની શીખ આપી પર્યાવરણ જાળવણીની ટિપ્સ આપી

( ભારત શાહ દ્વારા )  રાજપીપલા ગાયત્રી પરિવાર તરફથી શૈક્ષણિક વર્ષ શરુ થતા દર વર્ષની જેમ પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું .

   પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા ગાયત્રી પરિવાર તરફથી અત્રે નાના લીમટવાડા ગામની પ્રાથમિક શાળાના બાળકોને Dy DDO રણજીતસિંહ કટારીયાના હસ્તે સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .

 આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ બાળકોને ખંત અને મહેનત કરવાની શીખ આપી પર્યાવરણ જાળવણીની ટિપ્સ આપી હતી .આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ચંદુલાલ મારવાડી , પ્રવીણભાઈ પ્રજાપતિ , ભગવાનદાસ પરમાર સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .

(10:30 PM IST)