News of Monday, 18th May 2026
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી : પ્રમુખનો તાજ મહિલાના શિરે
શિવાની મહેતા અને ભાવના પટેલ પ્રમુખ પદ માટે પ્રમુખ દાવેદાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગર પાલિકામાં ભાજપે 28 બેઠકોમાંથી 25 બેઠકો જીતી રેકોર્ડ સર્જ્યો છે. ત્યારે જીતની ખુશી બાદ નગરજનોને કોણ પ્રમુખ બનશે તે જાણવા ખૂબ ઉત્સુકતા વચ્ચે 19.મે 26 ના રોજ પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે ચૂંટણી માટેની બેઠક 11 વાગે પ્રાંત અધિકારી નાંદોદના અધ્યક્ષસ્થાને મળશે. આ વખતે રોસ્ટર ક્રમ પ્રમાણે સામાન્ય મહિલા હોય ભાજપ પાસે આમ તો 6 સામાન્ય મહિલાઓ છે. પરંતુ પ્રમુખ માટે દાવેદારીમાં અગ્રસ્થાને વોર્ડ નં 4 માંથી વિજેતા બનેલા શિવાની બેન મહેતા અને બીજા ભાવનાબેન પટેલ આમ આ બે ની દાવેદારી વચ્ચે ભાજપ કોની પસંદગી ઉતારે છે કે કોને પ્રમુખ ઉપપ્રમુખ બનાવે છે એ જોવું રહ્યું..
આજની બેઠકને લઈને તમામ 28 સભ્યોને પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીની નોટિસ મોકલવામાં આવી છે. હાલમાં 28 બેઠકોમાંથી 25 ભાજપના સભ્યો અને 3 અપક્ષ સભ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એક પણ સભ્યો ચૂંટણી જીતી શક્યા નથી એટલે ભાજપ સિવાય કોઈ દાવેદારી નોધાઇ નહીં ભાજપ દ્વારા જે બે નામો જાહેર થશે એ પ્રમુખ ઉપ પ્રમુખ બનશે એ નક્કી છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
