News of Wednesday, 15th July 2026
હીરામણિ શાળામાં રથયાત્રા મોડેલ નિર્માણ સ્પર્ધા

રાજકોટઃ અમદાવાદની હીરામણિ પ્રાથમિક શાળા(ગુજરાતી માધ્યમ) ધોરણ પ-૭માં ‘‘રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા'' યોજાઇ. જેમાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લઇ ઇકો ફ્રેન્ડલી, ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ રથ બનાવ્યા હતા. તેમજ ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાના મોડેલ બનાવ્યા હતા. આ પ્રતિયોગિતાનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે.વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખશ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, આચાર્ય કોષાબેન પટેલ, કો-ઓર્ડિનેટર લાલસિંહ ચંપાવત સહિત સ્ટાફે વિર્દ્યાથીઓને અભિનંદન આપ્યા હતા
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
