<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

રાજપીપળાના પૂરવઠા ગોડાઉન ઉપરથી દુકાનદારોને અપાતા અનાજમાં કટ્ટા દીઠ એક કિલોની ઘટ આવતા નારાજગી

આ ઘટ બાબતે ગોડાઉન મેનેજરને રજૂઆત કરતા દુકાનદારોને એવો જવાબ મળે કે આગલા મેનેજરે જે જથ્થો મૂક્યો છે એ જ મળે છે:વારંવાર બદલાતા ગોડાઉન મેનેજર ના કારણે દુકાનદારો ને થતી હેરાનગતિ અને ઘટ બાબતે ઉપરી અધિકારીઓ પગલા લે તે જરૂરી

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં છાસવારે પુરવઠા વિભાગની છબી ખરડાયેલી જોવા મળે છે અને તાજેતરમાં રેગ્યુલર ગોડાઉન મેનેજરની બદલી કર્યા બાદ એક પછી એક બે મેનેજરો બદલી અહીંયા મૂકવામાં આવ્યા હાલ માં દુકાનદારો ને મળતા અનાજમાં એક કટ્ટા દીઠ એક કિલો અનાજ ઓછું મળતું હોવાની બૂમ ઉઠી છે.

   મળતી વિગતો અનુસાર રાજપીપળાના પૂરવઠા ગોડાઉન પર ચાલતી લાલીયાવાડીથી દુકાનદારો તોબા પોકારી ઉઠ્યા છે પરંતુ જાયે તો જાયે કહા જેવો દુકાનદારોનો ઘાટ છે કેમ કે ઉપરી લેવલે ફરિયાદ કરે તો જે તે અધિકારી આ દુકાનદારોને દાઢ માં રાખી હેરાન કરે, હાલમાં દુકાનદારોને મળતા અનાજમાં કટ્ટા દીઠ એક કિલો જેવું અનાજ ઓછું મળે છે અને આ બાબતે ગોડાઉન મેનેજરને ફરિયાદ કરી તો તેઓ જણાવે છે કે આગળ ના ગોડાઉન મેનેજર એ આ બધા કટ્ટા મૂક્યા હતા એ જ કટ્ટા હું આપું છું હવે એમાં ઘટ છે કે નથી હું શું કરી શકું. જોકે આ જવાબ યોગ્ય નથી કેમ કે ગોડાઉન મેનેજર ની જવાબદારી હોય કે દુકાનદાર ને તેની પરમીટ મુજબ નો પૂરતો જથ્થો આપવો પડે. જો કોઈ કટ્ટા માં ઘટ હોય તો તેમાં અનાજ ઉમેરી યોગ્ય વજન કરી જથ્થો આપવો પડે પરંતુ અહીંયા તો ઉડાઉ જવાબ મળતા દુકાનદારો નારાજ જોવા મળ્યા છે. 
જાણવા મળ્યા મુજબ કેટલાક કટ્ટા માં તો અનાજ માં એકલો કચરો જ ભરેલો નીકળે છે જે ગ્રાહકો ના લે અને દુકાનદારો ને માથે પડે ત્યારે આવી સ્થિતિ માં ઉપરી અધિકારીઓ કે ખાસ ધ્યાન આપી ગોડાઉન માંથી અપાતા જથ્થા ની આકસ્મિક તપાસ કરી ખોટું જણાય તો પગલા લઈ કાર્યવાહી કરવી જોઈએ જેથી દુકાનદારો સાથે અન્યાય ના થાય અને ગોડાઉન વાળા તેમની મનમાની ના કરે.
આ બાબતે હાલ ના ગોડાઉન મેનેજર પટેલ સાહેબે જણાવ્યું કે આગળ ના મેનેજરે આ જથ્થો મૂક્યો છે તેમાં ઘટ હોય તો હું આ માટે યોગ્ય વજન મળે તે દિશા માં કામ કરીશ પરંતુ મોટો જથ્થો હોય ધીમે ધીમે બધું યોગ્ય થશે.

(10:28 PM IST)