<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

સાયબર ક્રાઈમના ભોગ બનેલ અરજદારોના સાયબર ફ્રોડમાં ગયેલ રૂ.૮,૬૮,૯૯૨ પરત અપાવતી નર્મદા સાયબર ક્રાઈમ પોલીસ

નર્મદા સાયબર ક્રાઇમ પોલીસે હાલ માં ફ્રોડ નો ભોગ બનેલા લોકો ના નાણાં પરત અપાવવા સફળતા મેળવી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશમાં સાયબર ફ્રોડમા લોકોના કરોડો રૂપિયા જતા રહે છે, સરકાર લાંબા સમયથી આ માટે લોક જાગૃતિ લાવવા અનેક જાહેરાતો કરે છે છતાં લોકો હજુ ભોગ બને છે જેનું કારણ લોભ,લાલચ કહી શકાય. નર્મદા સાયબર ક્રાઇમ પોલીસે હાલમાં ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવવા સફળતા મેળવી છે.

  વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા અને આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપલા ડીવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા સાયબર ક્રાઈમનો ભોગ બની નાણાકીય છેતરપિંડી થયેલ હોય જે અરજદારોની અરજીઓ બાબતે પરીણામલક્ષી કામગીરી કરવા માટે આપેલ સૂચનાઓ આધારે કે.જે.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નાઓના સતત પ્રયત્નથી અત્રેના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ NCCRP PORTAL (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ)ની અરજીઓ આધારે સાયબર ક્રાઈમના ભોગ બનેલ કુલ-૧૬ અરજદારોની સાથે નાણાકીય છેતરપિંડી થયેલ હોય જે અરજદારોના સાયબર ફ્રોડમાં ગયેલ નાણાં પૈકી કુલ રૂ.૯,૯૮,૬૯૨/-સામાવાળા બેન્ક ખાતાઓમાં હોલ્ડ થયેલ હોય જે અરજદાર નાઓનો સંપર્ક કરી કોર્ટ મારફતે કોર્ટ ઓર્ડર કરાવી અરજદારોના ગુમાવેલ નાણાં પૈકી રૂ.૮,૬૮,૯૯૨/- નર્મદા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પરત અપાવવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી :-
(૧) કે.જે.મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (૨) અ.હે.કો.મહેન્દ્રકુમાર વેનાજી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (૩) વુ.પો.કો.જાનકીબેન જગદિશભાઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓ એ આ સફળ કામગીરી કરી છે

(9:52 PM IST)