તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
અમીરગઢના અજાપુર મોટા ગામે મામેરામાં નાચતી વખતે પગ અડવા જેવી બાબતે યુવકની હત્યા: બે આરોપીઓ ઝડપાયા
આંબાપાણીથી આવેલા મામેરામાં ડીજેના તાલે નાચતી વખતે પગ અડવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે એક યુવકના પગ પર છરી વડે હુમલો કર્યો

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અજાપુર મોટા ગામે મામેરાના પ્રસંગમાં હત્યાની સનસનીખેજ ઘટના બની હતી. આંબાપાણીથી આવેલા મામેરામાં ડીજેના તાલે નાચતી વખતે પગ અડવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા શખ્સે એક યુવકના પગ પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું હતું. અમીરગઢ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
