તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 24th June 2026
ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કરમાં રાહત: નાણાં વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
ગિફ્ટ સિટીમાં મંજૂર વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂ પર વસૂલાતો કર 25 પૈસા પ્રતિ રૂપિયા કરતાં વધુ હોય તો વધારાનો કર માફ રહેશે:નોંધાયેલ FL-3 લાયસન્સ ધરાવતા ડીલરોને કરમાં રાહત.

ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કરમાં રાહત અપાઈ છે અને ગુજરાત સરકારના નાણાં વિભાગે જાહેરનામું બહાર પાડ્યું. ગિફ્ટ સિટીમાં મંજૂર વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂના કરમાં રાહત અપાઈ છે.
વિદેશી દારૂ પર વસૂલાતો કર 25 પૈસા પ્રતિ રૂપિયા કરતાં વધુ હોય તો વધારાનો કર માફ રહેશે. અને નોંધાયેલ FL-3 લાયસન્સ ધરાવતા ડીલરોને કરમાં રાહત.
લાયસન્સ ધરાવતા ડીલરોને રાહતનો લાભ મળશે અને ગિફ્ટ સિટીમાં ગ્રાહકોને પીરસાતા વિદેશી દારૂ માટે જ રાહત લાગુ પડશે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ અધિનિયમ હેઠળ નોટિફિકેશનમાં સુધારો કરાયો છે અને ગિફ્ટ સીટી વિસ્તારના મંજૂર વિસ્તારની અંદર આવેલી વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં જ આ જોગવાઈ અમલમાં રહેશે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગિફ્ટ સિટીમાં આવતા વૈશ્વિક રોકાણકારો, ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને વિદેશી મુલાકાતીઓને વધુ અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. સરકારની આ નવી પોલિસી મુજબ, જે વિદેશી દારૂ પર હાલ 25 પૈસા પ્રતિ રૂપિયાથી વધુ કર વસૂલવામાં આવતો હતો.
તેના પર હવે વધારાનો કર માફ કરવામાં આવશે. આ રાહતનો સીધો લાભ માત્ર ગિફ્ટ સિટીના નિર્ધારિત વિસ્તારમાં કાર્યરત અને નોંધાયેલ FL-3 લાયસન્સ ધરાવતા ડીલરોને જ મળશે.
આ સુવિધા માત્ર ગિફ્ટ સિટીના મંજૂર વિસ્તારમાં આવતા હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબ જેવી વાઇન એન્ડ ડાઇન સુવિધાઓ પૂરતી જ મર્યાદિત રહેશે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ (VAT) અધિનિયમ હેઠળ કરવામાં આવેલા આ સુધારાથી ગિફ્ટ સિટીમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને આતિથ્ય સત્કાર ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
આ નિર્ણય સાથે જ વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રાહતનો અમલ માત્ર ગિફ્ટ સિટીની હદમાં જ રહેશે અને અન્ય કોઈ વિસ્તારમાં આ જોગવાઈ લાગુ પડશે નહીં.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
