<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ભાજપના લાખો કાર્યકર્તાઓની અથાક મહેનતનું પરિણામ: પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની જીત બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવતા ભુપેન્દ્રભાઈ પટેલ

ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ઢોલ-નગારાના ગુંજારવ અને આતશબાજી વચ્ચે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો

ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ઉમરેઠ પેટાચૂંટણીમાં પક્ષના શાનદાર વિજયને વધાવવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના ગુંજારવ અને આતશબાજી વચ્ચે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઐતિહાસિક જીત બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની જીત બદલ હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિજય ભાજપના લાખો કાર્યકર્તાઓની અથાક મહેનતનું પરિણામ છે. વધુમાં, ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે, જે બદલ હું મતદારોનો આભાર માનું છું  

(7:32 PM IST)