<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ખેરવા ગામમાં નિવૃત્ત આર્મી જવાન અને PSI હયાતખાન મલેકને પોલીસ વિભાગ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિદાય

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મરહૂમ પીએસઆઈને 'ગાર્ડ ઓફ ઓનર' આપીને ભાવભીની સરકારી શ્રદ્ધાંજલિ અર્પણ

જતના ખેરવા ગામના વતની, નિવૃત્ત આર્મી જવાન અને હાલ ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હયાતખાન હુસેનખાન મલેકનું માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર પંથક સહિત પોલીસ બેડામાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજે તેમના વતન ખેરવા ગામ ખાતે રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મરહૂમ પીએસઆઈને 'ગાર્ડ ઓફ ઓનર' આપીને ભાવભીની સરકારી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

(11:35 PM IST)