<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજની સમીક્ષા બેઠક યોજાઈ :‘કોળી પરિવાર પોર્ટલ’ એપ લોન્ચ કરાઈ

બેઠક દરમિયાન સમાજના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મુદ્દાઓ અંગે અગ્રણીઓએ ચર્ચા કરી

દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજની સમીક્ષા બેઠકનું અંકલેશ્વરમાં આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સમાજના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મુદ્દાઓ અંગે અગ્રણીઓએ ચર્ચા કરી હતી. આ પ્રસંગે ‘કોળી પરિવાર પોર્ટલ’ એપનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. સમાજના સભ્યોને એક પ્લેટફોર્મ પર જોડવા અને વિવિધ પ્રવૃત્તિઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે એપ મહત્વની બની રહેશે તેમ જણાવાયું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કોળી સમાજને યોગ્ય રાજકીય હિસ્સેદારી અને પ્રતિનિધિત્વ મળે તે મુદ્દે પણ મંથન કરવામાં આવ્યું હતું. મોટી વસ્તી ધરાવતા કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(10:57 PM IST)