<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ઓલપાડના ભટગામ અને ઓલપાડ ટાઉન એમ બે અલગ-અલગ સ્થળોએ મકાનોની છત તૂટી

ઓલપાડ તાલુકામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં મકાનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ઓલપાડ તાલુકાના ભટગામ અને ઓલપાડ ટાઉન એમ બે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદને કારણે મકાનોની છત તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે.સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ મકાનોની છત ધરાશાયી થવાથી ઘરના માલિકોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. 

આ ઘટનાઓની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોના ગામના તલાટી દ્વારા નુકસાનીનો પંચનામો કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી સરકાર દ્વારા મળવાપાત્ર સહાય અંગે આગળની પ્રક્રિયા થઈ શકે.

(9:36 PM IST)