News of Tuesday, 3rd November 2026
રૂ. ૩,૨૦૦ કરોડના ખર્ચે બનેલા સુરત ડાયમંડ બુર્સની ચમક ત્રણ વર્ષ પછી પણ ફિક્કીઃ ૪,૨૦૦માંથી માત્ર ૩૦૦ ઓફિસો ચાલુ
બજારમાં મંદી, મુંબઈની સરખામણીએ ઓછી સુવિધાઓ અને શહેરથી વધુ અંતર મુખ્ય કારણો : મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારોને મળતી સુવિધાઓ સુરતમાં ઉપલબ્ધ નથી

સુરત તા.૩: ગુજરાતનું સુરત, હીરાના કટિગ અને પોલિશિંગનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર હોવા છતાં, શહેરમાં બનેલું વિશ્વનું સૌથી મોટા ઓફિસ સ્પેસ સમાન ‘સુરત ડાયમંડ બુર્સ' ત્રણ વર્ષ બાદ પણ વેપારીઓની રાહ જોઈ રહ્યું છે. રૂ. ૩,૨૦૦ કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય સંકુલમાં ૪,૨૦૦થી વધુ ઓફિસોમાંથી હાલમાં માત્ર ૩૦૦ જ કાર્યરત છે. વૈશ્વિક હીરા બજારમાં મંદી, મુંબઈની સરખામણીએ સુરતમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે ઓછી સુવિધાઓ અને શહેરથી દૂરનું અંતર મુખ્ય કારણો હોવાનું વેપારીઓનું કહેવું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ આ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારે તેમણે તેને વિશ્વનો શ્રેષ્ઠ હીરો અને સુરત માટે ‘મોદીની ગેરંટી'નું ઉદાહરણ ગણાવ્યું હતું. ખજોદમાં ડ્રીમ સિટી ખાતે ૬૬ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સંકુલમાં ૯ ટાવર છે, જેમાં દરેકમાં ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત ૧૫ માળ છે. એક જ પ્રોજેક્ટમાં સૌથી મોટા ઓફિસ સ્પેસ તરીકે તેણે અમેરિકાના પેન્ટાગોનને પાછળ રાખ્યું હતું. જોકે, અત્યાર સુધી અહીં માત્ર બે મોટા કાર્યક્રમો યોજાયા છે.
ભાજપના રાજ્યસભા સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિદ ધોળકિયાએ તાજેતરમાં વેપારીઓને ગુજરાતી નવા વર્ષથી અહીં ઓફિસો શરૂ કરવાની ભાવનાત્મક અપીલ કરી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં સત્તાધીશો અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહિધરપુરાના વેપારીઓને અહીં ખસેડવાના પ્રયાસ કર્યા છે. ભાષાશીખો
કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીએ નવેમ્બર ૨૦૨૩માં મુંબઈથી અહીં વેપાર ખસેડ્યો હતો. તેમણે બુર્સના એ બ્લોકમાં ૧ લાખ ચોરસ ફૂટ જગ્યા ખરીદી અને કર્મચારીઓ માટે ડ્રીમ સિટીમાં ફલેટ પણ લીધા. જોકે, દોઢ મહિનામાં જ તેમણે મુંબઈ પરત ફરી ભરત ડાયમંડ બુર્સમાં જૂની ઓફિસો શરૂ કરી દીધી હતી.
આ વર્ષે એપ્રિલમાં દુબઈના સ્ટારજેમ્સ ગ્રૂપે મધ્યપૂર્વના યુદ્ધ અને ભૌગોલિક તણાવથી દૂર રહેવા અહીં ૭ દિવસની રફ હીરાની હરાજી યોજી હતી. જુલાઈમાં ૪ સુરતી કંપનીઓએ ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ કરાર અમલી બન્યા બાદ ૧ કરોડ ડોલરના હીરાની પ્રથમ ખેપ બ્રિટન મોકલવા બુર્સમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ઓફિસનો ઉપયોગ કર્યો હતો.
વેપારીઓના મતે, મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમંડ બુર્સની સરખામણીએ સુરતનું સંકુલ શહેરથી દૂર હોવાથી ખરીદદારોની અવરજવર ઓછી છે. મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારોને મળતી સુવિધાઓ પણ સુરતમાં ઉપલબ્ધ નથી. મુંબઈમાં થતો મોટો હીરા વેપાર મોટાભાગે સુરતમાં તૈયાર થયેલા હીરાનો હોય છે, જે ટ્રેન મારફતે ૪થી ૫ કલાકમાં પહોંચે છે.
રાપાપોર્ટ ગ્રૂપના જણાવ્યા મુજબ, કુદરતી પોલિશ્ડ હીરાના જથ્થાબંધ ભાવ ૨૦ વર્ષના તળિયે છે અને છેલ્લાં ૫ વર્ષમાં ૩૦થી ૫૦ ટકા ઘટ્યા છે. પ્રતિ કેરેટ કુદરતી હીરાનો સરેરાશ ભાવ ૨૦૨૦માં ૫,૫૦૦ ડોલર, ૨૦૨૨માં ૫,૧૦૦ ડોલર, ૨૦૨૫માં ૪,૨૦૦ ડોલર અને ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૪,૪૫૬ ડોલર રહ્યો હતો. લેબમાં બનેલા હીરાના ભાવ આ જ વર્ષોમાં અનુક્રમે ૩,૪૧૦, ૧,૮૦૦, ૧,૦૦૦ અને ૮૦૦થી ૧,૨૦૦ ડોલર રહ્યા હતા. લેબગ્રોન હીરા કુદરતી હીરા જેવા જ ગુણધર્મો ધરાવે છે, પરંતુ તેની કિમત અડધાથી પણ ઓછી હોય છે. તેના વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ૫૦થી ૭૦ ટકા અને ભારતનો ૧૫થી ૨૫ ટકા છે.
રાપાપોર્ટના જાન્યુઆરી ૨૦૨૬ના અહેવાલ પ્રમાણે, ૨૦૨૫માં ૦.૩, ૦.૫ અને ૧ કેરેટના કુદરતી હીરાના ભાવ અનુક્રમે ૨૦.૩, ૨૬ અને ૯.૯ ટકા ઘટ્યા, જ્યારે ૩ કેરેટના ભાવ લગભગ સ્થિર રહ્યા. ગુજરાત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમુખ જયંતિભાઈ સાવલિયાના જણાવ્યા પ્રમાણે, લેબગ્રોન હીરાની અસર, ચીનમાં ઘટતી માંગ, રશિયાની અલરોસા કંપની પર પヘમિી પ્રતિબંધો અને યુક્રેન તથા મધ્યપૂર્વના યુદ્ધને કારણે કુદરતી હીરાના ભાવ કોરોના પછીની ટોચથી આશરે ૩૦ ટકા ઘટ્યા છે. જોકે, ભારતમાં ઊંચા સોનાના ભાવ અને રિટેલ વેપારીઓના માર્જિનને કારણે તૈયાર હીરાના દાગીનામાં આ ઘટાડો એટલો દેખાતો નથી. નકશાજુઓ
સુરત વિશ્વના ૯૫ ટકા સુધીના રફ હીરાનું કટિગ-પોલિશિગ કરે છે અને આ ઉદ્યોગમાં હજારો એકમોમાં આશરે ૧૦ લાખ કામદારો રોજગાર મેળવે છે. મહિધરપુરાના હીરા બજારમાં કરોડો રૂપિયાના હીરાનો વેપાર દુકાનોમાંથી થાય છે, જ્યારે મોટા આંતરરાષ્ટ્રીય સોદા મુંબઈમાં થાય છે.
બુર્સના વાઇસ ચેરમેન અને ધર્મનંદન ડાયમંડ્સના માલિક લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, અહીંની ૪,૨૦૦ ઓફિસોમાંથી ૪,૦૦૦થી વધુ વેચાઈ ગઈ છે. ઓફિસ માલિકોએ અન્યની રાહ જોયા વિના કામ શરૂ કરવું જોઈએ. ઘણા માલિકો નિયમિત મેઇન્ટેનન્સ પણ ભરે છે. ૨૦૧૫માં તેમણે વડાપ્રધાનનો મોનોગ્રામવાળો સૂટ રૂ. ૪.૩૧ કરોડમાં ખરીદ્યો હતો. સુરત મહાનગરપાલિકાએ ૨૦૨૪માં વરાછા અને મહિધરપુરાથી ૧૪ કિમી દૂર બુર્સ સુધી મફત શટલ બસ શરૂ કરી હતી. આ વર્ષે ડ્રીમ સિટી સુધી મેટ્રોની ટ્રાયલ પણ થઈ હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
