<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

રાજ્યમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું થયું હોવા છતાં શાળાઓને RTEની ગ્રાન્ટ ન મળી હોવાની ફરિયાદ ઉઠી

શાળા સંચાલક મહામંડળે આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણ નિયામકને પત્ર લખીને માંગણી કરી:વહેલી તકે RTEનો હપ્તો ચુકવવામાં આવે તેવી રજૂઆત:ગ્રાન્ટ નહીં મળે તો કોર્ટમાં જવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી.

અમદાવાદ :રાજ્યમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું થયું હોવા છતાં શાળાઓને RTEની ગ્રાન્ટ ન મળી હોવાની ફરિયાદ ઉઠી છે. સામાન્ય રીતે બે વખત દિવાળી વેકેશન વખતે અને ઉનાળુ વેકેશન વખતે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે 2026-27નું શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂરું થઈ ગયું હોવા છતાં શાળાઓ ગ્રાન્ટથી વંચિત છે.. શાળા સંચાલક મહામંડળે આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણ નિયામકને પત્ર લખીને માંગણી કરી છે. વહેલી તકે RTEનો હપ્તો ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.. જો ગ્રાન્ટ નહીં મળે તો કોર્ટમાં જવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી. એટલું જ નહીં, પણ શાળા સંચાલક પ્રમુખે જિલ્લા શિક્ષણાધિકારીઓ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે.

(7:09 PM IST)