<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

કાંદાના ભાવ કિલોએ પચાસ પાર કરતાં ફરસાણમાંથી સલાડ ગાયબ

કાંદાને બદલે ફરી કોબિજ અને બીટ આપવાનું શરૂ કરાયું

સુરત, તા. ૧૬ : છેલ્લા કેટલાય દિવસોથી કાંદાના ભાવ કિલોએ પચાસ રૂપિયાને પાર કરી ગયા છે. તેના કારણે ફરસાણની દુકાન ચલાવતા લોકોએ પણ ફરસાણની સાથે કાંદા ચટણીની સાથે આપતા હતા, પરંતુ કાંદાના ભાવ પરવડે તેમ નહીં હોવાના કારણે અનેક દુકાનદારોએ કાંદા સલાડમાં આપવાનું બંધ કરી દીધું હોવાની વિગતો જાણવા મળી છે. જોકે તેના વિકલ્‍પ તરીકે દુકાનદાર કોબિજ અને બીટનું સલાડ આપવાનું શરૂ કર્યું છે.

ફરસાણ બનાવવા માટે જરૂરી એવા તમામ સામાનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સીંગતેલના એક ડબ્‍બાનો ભાવ ૨૭૦૦ની આસપાસ પહોંચી ગયો છે. જેથી સૌથી વધુ તકલીફ કરસાણના વેપારીઓને થઈ છે. કારણ કે બેસન, સીંગતેલ સહિતના સામાનના ભાવમાં દર મહિને વધારો થતો હોય છે. આજ કારણોસર કેટલાક દુકાનદારોએ તો ૧૦ અને ૨૦ રૂપિયાની વસ્‍તુ જ આપવાનું બંધ કરી દીધું છે. તેમજ દુકાનમાં એવા પણ બોર્ડ મારી દીધા છે કે હવે કોઈ પણ વસ્‍તુ ૩૦ રૂપિયાથી ઓછી મળશે નહીં. જયારે થોડા સમયથી કાંદાના ભાવ ૫૦થી ?૦ રૂપિયા પતિ કિલોની મોટાભાગના દુકાનદારોએ આસપાસ વેચાણ થઈ રહ્યું છે, જેથી ફરસાણની સાથે કાંદા આપવાનું બંધ કરી દીધું છે. ફરસાણના વ્‍યવસાય સાથે સંકળાયેલા વ્‍યક્‍તિએ જણાવ્‍યું હતું કે પહેલા કાંદાના ભાવ ૩૦ રૂપિયા કિલોની આસપાસ હતા. જ્‍યારે હાલમાં તેના ભાવ બમણાં થઈ ગયા છે. સાથે સાથે ફરસાણ બનાવવા માટેની જરૂરી એવી તમામ ચીજવસ્‍તુના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પહેલા ફરસાણ આપતી વખતે ચટણી અને સલાડમાં કાંદા આપવામાં આવતા હતા, પરંતુ કાંદાના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના કારણે કાંદા આપવાનું હાલમાં બંધ કરી દીધું છે. તેમ છતાં સાહક માંગણી કરે તો તેઓને કાંદાના બદલે કોબિજ અને બીટનું સલાડ દેવામાં આવે છે. જેથી ગ્રાહકને પણ સલાડ મળ્‍યાનો થોડો ઘણો સંતોષ જોવા મળે છે, પરંતુ કાંદા નહીં મળવાના કારણે કચવાટ પણ જોવા મળી રહ્યો છે.

(2:48 PM IST)