News of Friday, 24th April 2026
નડિયાદમાં સંતરામ મંદિર મતદાર જાગૃતિનો અનોખો પ્રયોગ 131 ફૂટ લાંબી ભવ્ય રંગોળી બનાવી જાગૃતિનો સંદેશ ફેલાવ્યો
શિક્ષક હિતેષભાઇ બ્રહ્મભટ્ટે 7 કલાકની જહેમતથી 131 ફૂટ લાંબી ભવ્ય રંગોળી બનાવી:36 કિલો રંગોથી સજ્જ આ કલા દ્વારા અચૂક મતદાન કરવા અપીલ કરાઈ

ખેડા જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને રસાકસીવાળો માહોલ જામ્યો છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં નડિયાદના ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી સંતરામ મંદિર ખાતે એક વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી છે. વાલ્લા પ્રાથમિક શાળાના કર્તવ્યનિષ્ઠ શિક્ષક હિતેષભાઇ બ્રહ્મભટ્ટે કલાના માધ્યમથી જનજાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે.
રંગોળીમાં ખૂબ જ મર્મસ્પર્શી અને યાદ રહી જાય તેવા સૂત્રો કંડારવામાં આવ્યા છે. "મૈ ના ભુલુંગી, મૈ ના ભુલુંગા, આપ ભી ના ભૂલના" જેવા સૂત્રો દ્વારા મતદારોને ભાવનાત્મક રીતે સ્પર્શવાનો પ્રયાસ કરાયો છે. આ સાથે જ 'તા. 26 એપ્રિલ મતદાન અચૂક કરો' તેવા લખાણ દ્વારા લોકોને તારીખ યાદ અપાવી પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા હાકલ કરવામાં આવી છે. સંતરામ મંદિરે આવતા હજારો ભક્તો અને પ્રવાસીઓ માટે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
