News of Thursday, 24th September 2026
પિલુદરા શક્તિધામ ખાતે આગામી સપ્તાહે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન
સ્વામી રામાનંદ તીર્થ દ્વારા પિતૃ મોક્ષાર્થે આયોજિત કથામાં રંઘોળાના વ્યાસપીઠ સ્થિત કથાકાર વૈશાળીબાળા આચાર્ય કરાવશે કથામૃતનું પાન : ૨૭ સપ્ટેમ્બરથી પ્રારંભ

રંઘોળા : મહેસાણા જિલ્લાના પિલુદરા સ્થિત શક્તિધામ ખાતે સમગ્ર ગ્રામજનોના સાથ-સહકારથી આગામી સપ્તાહે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કથાનું આયોજન સ્વામી રામાનંદ તીર્થ દ્વારા પોતાના પિતૃઓના મોક્ષાર્થે હાથ ધરવામાં આવ્યું છે. આ પવિત્ર જ્ઞાનયજ્ઞમાં રંઘોળા (ભાવનગર) ના સુપ્રસિદ્ધ કથાકાર વૈશાળીબાળા આચાર્ય વ્યાસપીઠ પરથી શ્રોતાઓને શ્રીમદ્ ભાગવત કથામૃતનું રસપાન કરાવશે.
આ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ રવિવાર, ૨૭ સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે કથાની પૂર્ણાહુતિ શનિવાર, ૩ ઓક્ટોબરના રોજ થશે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે પિલુદરા ગામના ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક તૈયારીઓમાં જોડાયા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
