<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં ઉહાંપોહ મચવનાર આંતર રાજ્‍ય બાઈક ચોર ઝડપાયો : ૨૧ ગુન્‍હા પરથી પડદો હટયો...

CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી નસરસિંહમાં કોમારના રોજ DR ચેક કરી સામાન્‍ય માનવીને ન્‍યાય આપવાના અભિગમથી ક્રાઇમ બ્રાન્‍ચ મુળ સુધી પહોંચી મોટી સફળતા હાંસલ કરી... : જેસીપી નિલેશ જાજડીયા, ડીસીપી હિમાંશું વર્મા, એસીપી ડી. જે. ચાવડાના માર્ગદર્શનમાં PI એ. એસ. ગામેતી, ડી.જે. ચુડાસમાં અને PI આર. એસ. ગોહીલની નિશ્રામાં PSI જે. એ રેવર અને સ્‍ટાફની કાબિલે દાદ કામગીરી....

રાજકોટ, તા.૧૪: CBI બેકગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર પોતાની ખાસિયત મુજ્‍બ દરેક પોલિસ મથકમાં નોંધાયેલ વિવિધ ગુન્‍હા અંગે પોલીસની ભાષા મુજ્‍બ ઝય્‍ અર્થાત ડેઇલી રિપોર્ટ કહે છે, તે તપાસ્‍તા હતા, એ દરમિયાન તેમના ધ્‍યાને બાઈક ચોરી અંગેની વિગત જાણી.

સામાન્‍ય રીતે ઉચ્‍ચ અધિકારીઓ આ બાબતને બહુ ગંભીર ન ગણે પણ વડોદરા પોલિસ કમિશનર ખૂબ માનવીય અભિગમ ધરાવતા અધિકારી હોવાથી સામાન્‍ય લોકો માટે બાઈક ખરીદવું કેવું મુશ્‍કેલ હોય છે, આ બાબત કેન્‍દ્રમાં રાખી તેવોએ જોઈન્‍ટ પોલિસ કમિશનર નિલેશ જાજડીયાં, ડીસીપી હિંમાંશું વર્મા સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્‍ચને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન આંતર રાજ્‍ય બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો. આરોપી મનુ વરહુસેન શેખે છેલ્લા ૭-૮ માસમાં વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૨૧થી વધુ ટુ-વ્‍હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી. ચોરીના વાહનો અમદાવાદમાં ૪-૫ હજારમાં વેચાતા હતા.

માનવીય અભિગમ ધરાવતા અધિકારી હોવાથી સામાન્‍ય લોકો માટે બાઈક ખરીદવું કેવું મુશ્‍કેલ હોય છે, આ બાબત કેન્‍દ્રમાં રાખી તેવોએ જોઈન્‍ટ પોલિસ કમિશનર નિલેશ જાજડીયાં, ડીસીપી હિંમાંશું વર્મા સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્‍ચને તપાસ સોંપી હતી.

તપાસ દરમિયાન આંતર રાજ્‍ય બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો. આરોપી મનુ વરહુસેન શેખે છેલ્લા ૭-૮ માસમાં વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૨૧થી વધુ ટુ-વ્‍હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી. ચોરીના વાહનો અમદાવાદમાં ૪-૫ હજારમાં વેચાતા હતા.

આ આખી તપાસ ઇન્‍ચાર્જ એસીપી ડી. જે. ચાવડા, ક્રાઇમ બ્રાન્‍ચ PI એ. એસ. ગામેતી, PI ડી. જે. ચુડાસમા, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ. ગોહિલની રાહબરી હેઠળ PSI જે. એ. રેવર અને સ્‍ટાફે અથાગ જહેમતથી આ સફળતા મેળવી છે.

(11:12 AM IST)