News of Thursday, 28th May 2026
સાવલી કોર્ટનો મોટો ચુકાદો: ચકચારી હત્યા કેસમાં આરોપી શૈલેષ રાઠોડિયાને આજીવન કેદની સજા
સંવેદનશીલ ચુકાદાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

વડોદરાની સાવલી કોર્ટે વર્ષ 2023માં નોંધાયેલા એક ચકચારી હત્યા કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવતા આરોપીને આજીવન કેદની કડક સજા ફટકારી છે. કોર્ટે પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી શૈલેષ રાઠોડિયાને કસૂરવાર ઠેરવી આજીવન કેદ અને 5000 રૂ.ના દંડની સજા સંભળાવી છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેણે વધુ સમયની જેલની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત, માનનીય કોર્ટે પીડિત પક્ષને યોગ્ય વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આ સંવેદનશીલ ચુકાદાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
