<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો

માલપુરના મોર ડુંગરી, જેશીંગપુર, મેડીટીમબા તેમજ મોડાસાના સરડોઇ ગામમાં ભારે વરસાદ નોંધાયો

અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. માલપુરના મોર ડુંગરી, જેશીંગપુર, મેડીટીમબા તેમજ મોડાસાના સરડોઇ ગામમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ડુંગર પરથી પાણી ગામમાં પ્રવેશતાં મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

(6:32 PM IST)