તા. ૧૭ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૩ બુધવાર
News of Friday, 27th November 2026
અમદાવાદ શહેર પોલીસ બેડામાં બદલીઓનો દોર શરૂ : 8 PI ની આંતરિક બદલી : વિવાદિત કાલુપુર PI એચ. આર. વાઘેલાને EOW માં મુકાયા
ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW), સાયબર ક્રાઈમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતના મહત્વના વિભાગોમાં નવી નિમણૂકો અપાઈ

અમદાવાદ : દિવાળીનો તહેવાર પૂર્ણ થતા જ અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે, જે અંતર્ગત 8 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW), સાયબર ક્રાઈમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતના મહત્વના વિભાગોમાં નવી નિમણૂકો અપાઈ છે.
આ ફેરબદલમાં ખોખરાના પીઆઈ બી. પી. સાવલિયાને સાયબર ક્રાઈમ અમદાવાદ, નરોડા સેકન્ડના એસ. એ. કોટડીયાને ખોખરા, એસસી-એસટી સેલના જે. કે. રાઠોડને કૃષ્ણનગર અને કૃષ્ણનગરના વી. એચ. જોશીને SOG માં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત EOW ના આર. જી. સિન્ધુને ક્રાઈમ બ્રાન્ચમાં, ક્રાઈમ બ્રાન્ચના કે. કે. ડિંડોરને EOW માં, EOW ના ડી. બી. બસિયાને કાલુપુરમાં અને વિવાદોમાં ઘેરાયેલા કાલુપુરના પીઆઈ એચ. આર. વાઘેલાને કાલુપુરથી હટાવીને EOW માં નિમણૂક આપવામાં આવી છે.
આગામી સમયમાં હજુ પણ અન્ય PI અને DySP કક્ષાના અધિકારીઓની બદલીઓ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
