તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Monday, 14th September 2026
"સેવા સંકલ્પ અભિયાન" સુરતમાં કામરેજ વિધાનસભા કર્મયોગ કાર્યાલય ખાતે પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગણેશજીની સ્થાપના : સફાઈ કર્મચારી પરિવારોનું વિશેષ સન્માન કરતા આરોગ્ય મંત્રી
ગણેશજીના ચરણોમાં શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારીની કામના કરતા આરોગ્ય મંત્રી : ગણેશોત્સવના પાવન અવસરે વધુમાં વધુ અંગદાન થાય અને અનેક જરૂરિયાતમંદોને નવું જીવન મળે તેવા પ્રયાસો કરીએ:પ્રફુલ પાનશેરીયા

સુરત તા.૧૪ : કામરેજ વિધાનસભા કર્મયોગ કાર્યાલય ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની તેમજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગણેશજીની પૂજા-અર્ચના અને આરતી સાથે ભક્તિભાવપૂર્વક ગણપતિદાદાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ વેળાએ રાત્રે સઘન પરિશ્રમ કરી સુરતને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારી પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગણેશજીની પ્રથમ આરતી તેમના જ વરદ હસ્તે સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે સુરતને આભલા જેવું ચોખ્ખું રાખવા માટે સફાઈ કર્મચારીઓ આખી રાત જાગીને શ્રમ કરે છે, તેમનું આ યોગદાન સુરત અને રાજ્યને સ્વચ્છ રાખવામાં તેમનું સૌથી મોટું યોગદાન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો દરેક વ્યક્તિ અને જ્ઞાતિના સન્માનની શીખ આપે છે, એ જ સાચું હિન્દુત્વ છે. સૌ સાથે મળીને ઈશ્વરની આરાધના કરે અને પૃથ્વી પર કોઈ નાનું-મોટું ન હોવાનો સમરસતાનો સંદેશો તેમણે આપ્યો હતો.
મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત જનસેવાને અમનજનતા સુધી પહોંચડવાના સરકારના પ્રયાસોની રૂપરેખા આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે સમાજના સૌ લોકોનું કલ્યાણ થાય, પ્રજા તંદુરસ્ત રહે અને લોકો સુખી-સંપન્ન અને સ્વસ્થ બને તેવી કામના કરી હતી. ઉપરાંત જનકલ્યાણ અને આરોગ્ય સંબંધી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચે અને તેનો લાભ તમામ જરૂરિયાતમંદ લોકો મેળવે તેવી દાદાના ચરણે પ્રાર્થના કરાઈ હતી.
આ સાથે જ ગણેશોત્સવના પાવન અવસરે વધુમાં વધુ અંગદાન (ઓર્ગન ડોનેશન) થાય અને અનેક જરૂરિયાતમંદોને નવું જીવન મળે તેવા પ્રયાસો કરવા અને જનજાગૃતિનો સંદેશ આપવા મંત્રીશ્રીએ સૌને આહ્વાન કર્યું હતું.
આ અવસરે કામરેજ વિધાનસભા ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
