<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અમદાવાદના ઇસનપુરમાં 65 કિલો ગૌમાંસ કેસમાં આરોપી કયુમ મુસ્તાક કુરેશીને સેસન્સ કોર્ટે 8 વર્ષની કેદની સજા ફટકારી

સહઆરોપી આશીફ શેખને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર

અમદાવાદ: વર્ષ 2020માં ઇસનપુર વિસ્તારમાં ઝડપાયેલા 65 કિલો ગૌમાંસના કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ એસ.આર.સંઘાણીએ આરોપી કયુમ મુસ્તાક કુરેશીને 8 વર્ષની કેદની સજા ફટકારી જેલ હવાલે મોકલી આપવા આદેશ કર્યો છે. જ્યારે સહઆરોપી આશીફ શેખને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે.

     આ કેસની હકીકત એવી છે કે, ઇસનપુર પોલીસે 5 મે 2020ના રોજ ફૈઝલ પાર્ક વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગૌવંશનું માંસ વેચી રહ્યા હોવાની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 65 કિલો ગૌમાંસ અને રૂ. 12,690નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે કયુમભાઈ કુરેશીની ધરપકડ કરી હતી અને બાદમાં કયુમભાઈ તથા આશીફ શેખ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યારે બાબુ શેખને વોન્ટેડ દર્શાવવામાં આવ્યો હતો.

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભાવેશ પટેલે સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપ સામેનો કેસ પુરવાર થતો હોવાની દલીલ કરી હતી. ફરિયાદી સહિતના સાક્ષીઓએ આરોપીની ઓળખ કરી હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

(9:45 PM IST)