News of Saturday, 28th November 2026
સનાતન ધર્મની પરંપરા જાળવવા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનો અનુરોધ : અમદાવાદમાં રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને રામકથાનો લાભ
કાલ્પનિક ભગવાન, નકલી અવતારો અને ધર્મ-સંપ્રદાયમાં ઘૂસેલી વિકૃતિ સામે રોષ વ્યક્ત કરી પંચદેવ વંદનાનું મહાત્મ્ય સમજાવ્યું : નવરંગપુરાના કામનાથ મહાદેવ પરિસરમાં કથા પ્રસંગો દ્વારા સમાજને સંદેશા અપાયા

અમદાવાદ : અમદાવાદમાં રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને યોજાયેલી રામકથા દરમિયાન દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મની પરંપરા અને સંસ્કૃતિ જાળવવા ભાવિકોને અનુરોધ કર્યો છે. તેમણે પોતાના પ્રેરક આશીર્વચન ઉદબોધન સાથે સનાતન ધર્મમાં પંચદેવ વંદનાનું મહાત્મ્ય સમજાવ્યું હતું અને આધ્યાત્મિક વારસાને ટકાવી રાખવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ વર્તમાન સમયમાં ધર્મ અને સંપ્રદાયના સંદર્ભે ઘૂસેલી વિકૃતિઓ તેમજ સનાતન ધર્મ સામે ઘૂસાડવામાં આવી રહેલા કાલ્પનિક ભગવાન અને નકલી અવતારો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા કામનાથ મહાદેવ પરિસર ખાતે રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને ભાવિકોને રામકથા શ્રવણનો લાભ મળ્યો હતો. કથા દરમિયાન વિવિધ પ્રસંગોના માધ્યમથી વર્તમાન સમાજને શીખ મળે તેવા સંદેશા વ્યાસપીઠ પરથી આપવામાં આવ્યા હતા. સમગ્ર રામકથાના આયોજનમાં શ્રીમતી મીનાક્ષીબેન દિનેશભાઈ ચોકસી પરિવાર તેમજ સ્વર્ગસ્થ શ્રીમતી શાંતાબેન ત્રિકમભાઈ ખમાર પરિવાર દ્વારા સહયોગ અને લાભ પ્રાપ્ત થયો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
