<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આજે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક પંથકોમાં અનરાધાર વરસાદની આગાહી: આવતી કાલથી ત્રણ દિવસ સંખ્યાબંધ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે : હવામાન વિભાગે આજે ગુરુવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર ઉપરાંત સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં સાંબેલાધારે ભારે વરસાદ અંગે યલો ઍલર્ટ જારી કર્યું. : આવતીકાલે શુક્ર, શુની અને રવિ, ૨૭થી ૨૯ જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જામનગર ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, , અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ પંથકમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. 9:30 AM IST

રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદને પગલે લોધિકા તાલુકામાં જખરાપીર-પાળને જોડતા નવા બની રહેલા બ્રિજના ડાયવર્ઝન પરથી પાણીની પુષ્કળ આવક થતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. હાલ આ ડાયવર્ઝન પરથી એક ફૂટથી પણ વધુ પાણી વહી રહ્યું હોવાથી, વાહનવ્યવહારની સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, વાહનચાલકો અને સ્થાનિકો માટે વૈકલ્પિક રૂટ તરીકે જશવંતપુર થઈને પાળ-રાવકી માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. આથી, વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને બંધ કરાયેલા રસ્તા પર ન જવા અપીલ કરવામાં આવી છે.7:22 PM IST

ટુ વ્‍હીલર્સ ઉપર કોઈપણ પ્રકારનો ટોલ ટેક્ષ નહિં ઝીંકાયઃ ગડકરીએ કરી સ્‍પષ્‍ટતા નવી દિલ્‍હી : કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવી તમામ અટકળો અને અફવાઓને નકારી કાઢી છે જેમાં જણાવાયુ છે કે ૧૫મી જુલાઈથી નેશનલ હાઈવે ઉપર ટુ વ્‍હીલર્સ ધારકો પાસેથી પણ ટોલ ટેકસ વસૂલ કરવામાં આવશે. નીતિન ગડકરીએ સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર લખ્‍યુ છે કે કેટલાક મીડીયા હાઉસે એવા સમાચારો વહેતા કર્યા હતા કે બે પૈડાવાળા વાહનો પાસેથી પણ ટોલ ટેક્ષ લેવાશે. તેમણે આગળ લખ્‍યું છે કે હું સ્‍પષ્‍ટપણે કહેવા માંગુ છું કે આ પ્રકારનો કોઇ નિર્ણય પ્રસ્‍તાવિત નથી : ટુ વ્‍હીલર્સ માટે સંપૂર્ણ છુટ ચાલુ રહેશે : અત્રે એ નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર ટુ વ્‍હીલર્સ માટે ટોલ ૧૫મી જુલાઇથી અમલી બનશે તેવા અહેવાલો વ્‍હેતા થતાં ભારે ઉહાપોહ થયો હતો તે પછી ગડકરીને સ્‍પષ્‍ટતા કરવાની ફરજ પડી હતી. ટુ વ્‍હીલર્સના ધારકોએ ફાસ્‍ટેગ થકી ટોલ દેવાનો રહેશે તેવા અગાઉ સમાચાર આવ્‍યા હતા. ટોલ નહિ વસુલાય એવી જાહેરાતને પગલે ટુ વ્‍હીલર્સ ધારકોને રાહત થઈ છે. 3:59 PM IST

અમદાવાદ રથયાત્રા...ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત થ્રી ડી મેપ આધારે ૨૩૮૦૦નો પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો : અમિતભાઈ દ્વારા વહેલી સવારે મંગળાઆરતી, સોનાની સાવરણી વડે મુખ્‍યમંત્રી રથ સાફ (પહિન્‍દ વિધિ) કરી રથયાત્રાનો પ્રારંભ કરશે રથોની સુરક્ષા ક્રાઈમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલના નેતૃત્‍વમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમ ફુટ પેટ્રોલિંગ દ્વારા સંભાળશે : ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બંદોબસ્‍તના સુકાની પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક પાસેથી વિસ્‍તૃત માહિતી મેળવી અને સંતોષ વ્‍યક્‍ત કર્યો : મુખ્‍ય રિહર્સલ...સીપી દ્વારા સિનિયર અધિકારીઓ ક્રાઈમ બ્રાન્‍ચ વડા, સેકટર વડા નીરજ બડ ગુજ્જર, સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ સાથે બંદોબસ્‍ત રણનીતિને આખરી ઓપ અપાઈ રહ્યો છે : ભીડ વખતે લોકોને સલામત બહાર કાઢવા એક્‍ઝિટ ડોર જેવી અદભૂત વ્‍યવસ્‍થા, ધાબાઓ પરથી જવાનો બાજ નજર રાખી રહ્યા છે સંખ્‍યાબંધ સીસીટીવી કેમેરા પણ તમામ મુમેન્‍ટ કેદ કરી રહ્યા છે2:31 PM IST

ડો. અંકિત કાથરાણીએ રૂપિયા ૨૨.૪૯ લાખનો વધુ એક ક્‍લેઇમ બોગસ રિપોર્ટથી પકાવી લીધાનો પર્દાફાશ : ગત એપ્રિલમાં ચાની હોટલવાળા મિત્ર મયુર છુંછારને પેરેલિસિસનો દર્દી બતાવી ડો. અંકિત સહિતે ૪૦ લાખનો વિમો પકવવા કારસ્‍તાન ઘડતાં પાંચને પકડી લેવાયા હતાં: ગાંધીગ્રામ પોલીસની તપાસમાં જેલહવાલે ફિઝીયોથેરાપીસ્‍ટનું વધુ એક કારસ્‍તાન આવ્‍યું સામે : અગાઉના કોૈભાંડની તપાસ વખતે ખુલ્‍યું કે વર્ષ ૨૦૨૨માં ખાનગી હોસ્‍પિટલની સારવારના અને સિવિલ હોસ્‍પિટલ સહયોગ ઇમેજીંગ સેન્‍ટરના બોગસ એમઆરઆઇ રિપોર્ટને આધારે કોૈભાંડ આચર્યુ છેઃ આની જાણ પોલીસે કરતાં એચડીએફસી અરગો કંપનીના અધિકારીએ ગાંધીગ્રામ પોલીસમાં અલગથી ગુનો દાખલ કરાવ્‍યો : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ આર. એસ. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયાએ તપાસ હાથ ધરીઃ જેલમાંથી ફિઝીયોથેરાપી ડો. અંકિતનો કબ્‍જે મેળવવામાં આવશે : એસીપી રાધીકા ભારાઇએ કહ્યું-ગાંધીગ્રામ પોલીસ અગાઉના ગુનાની તપાસ કરતી હતી ત્‍યારે નવું કોૈભાંડ ખુલ્‍યું: અન્‍ય એક કુંદન હોસ્‍પિટલના નામે પણ નકલી રિપોટ2:52 PM IST