<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

અમદાવાદમાં ખારીકટ કેનાલમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળતા ચકચાર

જન્મ બાદ બાળકીને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોઈ શકે: કેનાલમાં કોણ અને કયા સંજોગોમાં ફેંકી ગયું તે સહિતના મુદ્દાઓની તપાસ

અમદાવાદમાં ખારીકટ કેનાલમાંથી અંદાજે બે દિવસની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક આશંકા મુજબ, જન્મ બાદ બાળકીને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બાળકીનો મૃતદેહ કેનાલમાં કોણ અને કયા સંજોગોમાં ફેંકી ગયું તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. બાળકીની ઓળખ અને ઘટનાની હકીકત જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(12:00 PM IST)