News of Monday, 13th July 2026
નવસારીમાં પૂર્ણા નદીના કાંઠે વધુ એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર
બંદર રોડ પર આવેલા ભૂતમામાના મંદિર નજીકથી કહોવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો :પૂરના કારણે મૃતદેહ તણાઈને નદી કિનારે પહોંચ્યો હોવાનું અનુમાન

નવસારીમાં પૂર્ણા નદીના કાંઠે વધુ એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બંદર રોડ પર આવેલા ભૂતમામાના મંદિર નજીકથી કહોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક આશંકા મુજબ ગત અઠવાડિયે આવેલા પૂરના કારણે મૃતદેહ તણાઈને નદી કિનારે પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતદેહ ખૂબ જ કહોવાયેલી હાલતમાં હોવાથી મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની ઓળખ તેમજ મોતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
