તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સુરતના વરાછામાં ૧૧ વર્ષીય માસૂમ બાળકીના આપઘાતથી અરેરાટી: ધોરણ ૫ માં ભણતી દીકરીએ ગળે ફાંસો ખાતા પરિવારમાં હૈયાફાટ રુદન
શ્રમજીવી પરિવાર પર તૂટી પડ્યો આભનો પહાડ: આપઘાત પાછળનું ચોક્કસ કારણ અકબંધ રહેતા વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત : સુરત શહેરના ગીચ અને ધમધમતા વિસ્તાર એવા વરાછામાંથી એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરાછા સ્થિત સહજાનંદ સોસાયટીમાં રહેતી અને ધોરણ ૫ માં અભ્યાસ કરતી માત્ર ૧૧ વર્ષીય માસૂમ વિદ્યાર્થીની રોલી કુશવા (Roli Kushwaha) એ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આટલી નાની અને રમતી-ભમતી ઉંમરે બાળકીએ આવું ખૌફનાક અંતિમ પગલું ભરી લેતાં સમગ્ર વરાછા પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, મૃતક બાળકીનો પરિવાર કડિયાકામ કરી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા-પિતા પોતાની વહાલી દીકરી ભણી-ગણીને આગળ વધે તેવા સપના જોઈ રહ્યા હતા, પરંતુ માસૂમ દીકરીના આ આકસ્મિક પગલાંથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને પરિસરમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા. આટલી નાની વયે આપઘાત જેવું ગંભીર પગલું ભરવા પાછળનું સાચું કારણ શું હોઈ શકે તેને લઈને સ્થાનિક લોકો અને તંત્ર બંને સ્તબ્ધ છે.
ઘટના અંગે જાણ થતાં જ વરાછા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બાળકીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહેતાં પોલીસ પરિજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે જેથી ઘટના પાછળના સાચા કારણો પરથી પરદો ઊંચકી શકાય.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
