<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ચોંકાવનારો ટ્રેન્ડ :જાગૃત નાગરિકોએ રાજકીય પક્ષના ઉમેદવારોને નકાર્યા : જાણો ક્યાં વોર્ડમાં સૌથી વધુ 'નોટા' દબાવ્યા

અમદાવાદના પશ્ચિમ અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં નોટાનો ભારે પ્રયોગ: વસ્ત્રાલ,રાણીપ.અને ઈસનપુરના નાગરિકોએ પણ કોઈ પણ ઉમેદવારને મત આપવાનું મુનાસિબ માન્યું નથી.

અમદાવાદ મહાનગરપાલિકાની  ચૂંટણીના પરિણામોમાં એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. શહેરના જાગૃત નાગરિકોએ રાજકીય પક્ષોના ઉમેદવારોને નકારીને 'નોટા' (NOTA - None of the Above) વિકલ્પ પર પસંદગી ઉતારી છે. સમગ્ર અમદાવાદમાં 30 હજારથી વધુ નાગરિકોએ નોટાનો ઉપયોગ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

 

ચૂંટણી પંચના આંકડા મુજબ, અમદાવાદના પશ્ચિમ અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં નોટાનો ભારે પ્રયોગ જોવા મળ્યો છે.

થલતેજ વોર્ડ: અહીં સૌથી વધુ 970મતદારોએ નોટા પસંદ કર્યો છે.

વસ્ત્રાલ અને રાણીપ: વસ્ત્રાલમાં 953 અને રાણીપમાં 919 મતો નોટામાં પડ્યા છે.

અન્ય વિસ્તારો: ઇસનપુરમાં 894 અને રામોલ-હાથીજણ વોર્ડમાં 862 નાગરિકોએ કોઈ પણ ઉમેદવારને મત આપવાનું મુનાસિબ માન્યું નથી.

 

શહેરના મધ્ય અને જૂના અમદાવાદના વિસ્તારોમાં નોટાનો વપરાશ નહિવત રહ્યો છે:

દરિયાપુર: અહીં સૌથી ઓછા માત્ર 340 નોટા મતો નોંધાયા છે.

જમાલપુર અને ઇન્ડિયા કોલોની: આ બંને વોર્ડમાં એકસરખા 349 મતદારોએ નોટા વિકલ્પ પસંદ કર્યો છે.

આ આંકડા દર્શાવે છે કે શિક્ષિત અને વિકસિત ગણાતા વિસ્તારોમાં મતદારો ઉમેદવારોની પસંદગી બાબતે વધુ આકરા (Strict) જણાયા છે

(1:21 PM IST)