News of Wednesday, 24th June 2026
ગાંધીનગરના કોબા વિસ્તારમાં SMCનો દરોડો :એક ડાલામાંથી 19.36 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : ત્રણ આરોપીઓ ઝડપાયા
પોલીસની પકડમાંથી કારમાં સવાર આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા:ત્રણ ધરપકડ બાદ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા

ગાંધીનગરના કોબા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના હેરાફેરી કરનારાઓ વિરુદ્ધ આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા મળી છે અને લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે.
SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કોબા વિસ્તારમાં નાકાબંધી અને પેટ્રોલિંગ વધાર્યું હતું. દરમિયાન, શંકાસ્પદ ડાલાની તપાસ કરતા તેમાંથી 19.36 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન અને અન્ય સામાન મળીને કુલ 23.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પોલીસે ઘટનાસ્થળેથી 3 આરોપીઓની ધરપકડ કરી છે અને એક સગીરની અટકાયત કરી છે. હાલમાં આ તમામની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી દારૂ ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે જાણી શકાય. બીજી તરફ, આ કૌભાંડમાં સામેલ ક્રેટા કારના ચાલક સહિત 3 આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. SMCની આ કડક કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
