News of Sunday, 25th October 2026
અમદાવાદના ન્યૂ રાણીપમાં સોસાયટી વિવાદ બિચક્યો: મેન્ટેનન્સ બાકી હોવાથી ભોજન કૂપન ન આપતા રહીશે ખજાનચી પર હુમલો કર્યો
શુકન સ્માઈલ સિટીનો બનાવ, મારામારીના CCTV ફૂટેજ સામે આવ્યા, સાબરમતી પોલીસે નોન-કોગ્નિઝેબલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ તા.25 : ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી શુકન સ્માઈલ સિટી સોસાયટીમાં મેન્ટેનન્સના બાકી નાણાંને લઈને ચાલતો વિવાદ મારામારી સુધી પહોંચ્યો છે. સોસાયટીના ખજાનચીને એક રહીશે માર માર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સોસાયટીના રહીશ આલાપ શુક્લાનું મેન્ટેનન્સ બાકી હોવાથી સોસાયટી દ્વારા તેમને ભોજન કૂપન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ બાબતે ઉશ્કેરાયેલા આલાપ શુક્લાએ સોસાયટીના ખજાનચી કાનુ ચૌધરી અને અન્ય સભ્યો સાથે ઝઘડો કરી હાથાપાઈ કરી હતી. આ મારામારી સોસાયટીની ઓફિસ અને પરિસરમાં થઈ હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ મામલે ખજાનચી કાનુ ચૌધરીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસે આલાપ શુક્લા વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. વાઘેલાએ ફરિયાદ નોંધાયાની પુષ્ટિ કરી છે અને વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
