News of Tuesday, 3rd November 2026
દાહોદ નજીક પૂરઝડપે દોડી રહેલી માલગાડીના કેટલાક ડબ્બા અચાનક જ ખામી સર્જાતા પાટા પરથી નીચે ઉતરી જતાં રેલવે બેડામાં મચી ગઈ ભયાનક સનસનાટી
પટ્ટા પરથી વેગનો ગબડી પડવાના ધડાકા સાથે મુખ્ય રેલવે ટ્રેક પર અફડાતફડી મચી ગઈ:અન્ય ટ્રેનોની આવાગમન અટકી જતાં રેલવે અધિકારીઓના છાતીના પાટિયા બેસી ગયા

દાહોદઃ ગુજરાતના દાહોદ નજીકથી રેલવે વ્યવહાર અને સલામતીને સવાલના ઘેરામાં મૂકતી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! દાહોદ નજીકના રેલવે રૂટ પરથી માલસામાન ભરીને પસાર થઈ રહેલી એક માલગાડીના કેટલાક વેગન અચાનક જ બેકાબૂ બન્યા હતા અને જોતજોતામાં ટ્રેક છોડીને પાટા પરથી નીચે ઉતરી ગયા હતા.
જેકોટ-મંગલમહુડી વચ્ચે માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે તેનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. બનાવની જાણ થતાં જ રેલવેની ઇમરજન્સી ટીમ અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સુરક્ષાના ભાગરૃપે રેલવે વિભાગ દ્વારા પશ્વિમ એક્સપ્રેસ અને ગોરખપુર ટ્રેનને અધવચ્ચે રોકી દેવી પડી હતી.
વડોદરા અને રતલામ વિભાગ દ્વારા હાલ, ડબ્બાને ફરી પાટા પર ચઢાવી રેલવે વ્યવહાર પૂર્વવત્ત કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.આ ઘટનાના પગલે વડોદરા રેલવે સ્ટેશન પર સાંજે ૭ઃ૩૫ના સુમારે અચાનક સાયરન ગુંજી ઊઠતાં રેલવે કર્મચારીઓ સતર્ક થઈ ગયા હતા. સાયરનના અવાજથી સ્ટેશન પર હાજર મુસાફરો પણ અવાક થઈ ગયા હતા. વડોદરા રેલવે વિભાગની તબીબી બચાવ વાન (મેડિકલ રેસ્ક્યુ વાન) સહિતની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરાઈ હતી.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
