તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Sunday, 15th November 2026
મહેસાણામાં ST બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી: નશાની હાલતમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો:બસ રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ
પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ચાલક ફરાર થઈ ગયો: નશાની હાલતમાં બસ ચલાવનાર ડ્રાઈવર ભરતદાન ગઢવીને સસ્પેન્ડ કરાયા

મહેસાણામાં ST બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. આદીવાડા ગામ નજીક નશાની હાલતમાં બસ ચલાવતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. ઘટના બાદ તપાસ કરતાં ડ્રાઈવર નશાયુક્ત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ST તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નશાની હાલતમાં બસ ચલાવનાર ડ્રાઈવર ભરતદાન ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ST બસના મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
